Get News Alerts

Never miss breaking news updates.

Agniveer Recruitment 2026: ગુજરાતના 21 જિલ્લા સહિત 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલી

Agniveer Recruitment 2026: ભારતીય સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે મહત્વની જાહેરાત સામે આવી છે. ચંદ્રપુરના વિસાપુર ખાતે આવેલા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અગ્નિવીર (ક્લાર્ક/SKT) માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Sep 2026 12:45 PM IST
Agniveer Recruitment 2026: ગુજરાતના 21 જિલ્લા સહિત 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલીAgniveer Recruitment 2026: ગુજરાતના 21 જિલ્લા સહિત 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલી

Agniveer Recruitment 2026

Agniveer Recruitment 2026: ભારતીય સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે મહત્વની જાહેરાત સામે આવી છે. નાગપુર સ્થિત સૈન્ય ભરતી કચેરી દ્વારા 13 ઓક્ટોબર 2026ના રોજ ચંદ્રપુરના વિસાપુર ખાતે આવેલા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અગ્નિવીર (ક્લાર્ક/SKT) માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીમાં ગુજરાતના 21 જિલ્લાઓ ઉપરાંત 2 કેન્દ્રશાસિત પ્રદેશોના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે.

આ જિલ્લાઓના ઉમેદવારો લઈ શકશે ભાગ

ભરતી રેલી માટે અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવ-થરાદ જિલ્લાના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીના ઉમેદવારો પણ ભરતી રેલીમાં ભાગ લઈ શકશે.

એડમિટ કાર્ડ ઈમેઇલ પર મોકલાયા

PIBના જણાવ્યા મુજબ ભરતી રેલી માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને 15 સપ્ટેમ્બર 2026ના રોજ તેમના રજિસ્ટર્ડ ઈમેઇલ આઈડી પર રેલી એડમિટ કાર્ડ મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઇટ પર પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી લૉગિન કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે.

પૂછપરછ માટે સંપર્ક

ભરતી અંગે વધુ માહિતી અથવા કોઈપણ પૂછપરછ માટે ઉમેદવારો અમદાવાદ સ્થિત સૈન્ય ભરતી કચેરીના 079-22861338 નંબર પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો : Mahuva Sugar ચૂંટણીમાં ધારાસભ્ય મોહન ધોડિયાના પુત્રની જીત, જૈમીન ધોડિયા વિજેતા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.