White Rann Kutch: કચ્છ કલેક્ટરની ધોરડો સફેદ રણની મુલાકાત, પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા


કચ્છ કલેક્ટરની ધોરડો સફેદ રણની મુલાકાત
White Rann Kutch: કચ્છ કલેક્ટરની ધોરડો સફેદ રણની મુલાકાત, પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા


કચ્છ કલેક્ટરની ધોરડો સફેદ રણની મુલાકાત
White Rann Kutch: કચ્છના પ્રવાસન સ્થળ સફેદ રણ ખાતે પ્રવાસીઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડો સફેદ રણની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રાફિક વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી
અધિકારીઓએ સબરસ બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ માટેની ટિકિટ વ્યવસ્થા અને રણ પરમિટ પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. પ્રવાસીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થાઓ સરળતાથી કાર્યરત રહે તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટર અને અન્ય અધિકારીઓએ પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કરી સફેદ રણ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. પ્રવાસીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, નવા ટોઈલેટ બ્લોક, પાર્કિંગ સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ
સફેદ રણની સ્વચ્છતા જાળવવા માટે 'નો પ્લાસ્ટિક' અને 'નો સ્પિટિંગ ઝોન'નો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રવાસન સ્થળની કુદરતી સુંદરતા અને પર્યાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા તેમજ નિયમોનો ભંગ કરનાર સામે જરૂર પડ્યે દંડાત્મક કાર્યવાહી કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભુજથી ધોરડો સુધીના માર્ગનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
માર્ગ પર જરૂરી મરામત, ટ્રાફિક નિયમન અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી પ્રવાસન સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા જિલ્લા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.




