Gandhinagar News: ગાંધીનગર મનપાની બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી, 13 એકમો સામે તપાસ

Gandhinagar News: શહેરના સેક્ટર-21ના ત્રિકોણીય વિસ્તારમાં ભાડું બાકી રાખનારા એકમો સામે મનપાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
ગાંધીનગર મનપાની બાકી ભાડાની વસૂલાત માટે કાર્યવાહીગાંધીનગર મનપાની બાકી ભાડાની વસૂલાત માટે કાર્યવાહી

ગાંધીનગર મનપાની બાકી ભાડાની વસૂલાત માટે કાર્યવાહી

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બાકી ભાડાની વસૂલાત માટે એસ્ટેટ શાખાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સેક્ટર-21ના ત્રિકોણીય વિસ્તારમાં ભાડું બાકી રાખનારા એકમો સામે મનપાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 13 એકમોને નિશાન બનાવી વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રૂપિયા 6.80 લાખથી વધુની વસૂલાત કરાઈ

મનપાની એસ્ટેટ શાખાની ટીમ સ્થળ પર પહોંચી બાકી ભાડાની તપાસ કરી હતી. આ દરમિયાન ભાડું ન ભરનાર એક એકમને સીલ કરવામાં આવ્યું હતું. મનપાની ટીમે કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ રૂપિયા 6.80 લાખથી વધુની વસૂલાત કરી હતી. મળતી માહિતી મુજબ, સંબંધિત એકમો પાસેથી કુલ રૂપિયા 8.62 લાખથી વધુનું ભાડું બાકી હતું. બાકી ભાડાની વસૂલાત માટે મનપા દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં કેટલાક એકમો દ્વારા સમયસર ચુકવણી કરવામાં ન આવતા હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માઈક્રોશોપિંગ, કેબિનો, ઓટલા અને ત્રિકોણીય પ્લોટના ભાડાની વસૂલાત માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મનપાએ બાકી ભાડું તાત્કાલિક ભરવા માટે સંબંધિત ભાડુઆતને તાકીદ કરી છે.

એકમો સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી

આગામી દિવસોમાં પણ બાકી ભાડું નહીં ભરનાર એકમો સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી મનપા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. મનપાની આ કાર્યવાહીથી બાકી ભાડું ધરાવતા અન્ય એકમોમાં પણ દોડધામ મચી શકે છે. શહેરમાં મહાનગરપાલિકાની મિલકતોના ભાડાની નિયમિત વસૂલાત થાય અને આવકમાં વધારો થાય તે હેતુથી આ પ્રકારની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Bullet Train Project: સુરત–બિલીમોરા બુલેટ ટ્રેન રૂટ પર મોટી સફળતા, અપ અને ડાઉન બંને લાઇનમાં OHE સિસ્ટમ શરૂ