Operation Health Dhaba : ગુજરાતમાં આજથી 'ઓપરેશન હેલ્થ' શરૂ, હોટેલ-ઢાબાઓમાં સઘન ચેકિંગ

Operation Health Dhaba : ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ભેળસેળ અટકાવવા આજથી 'ઓપરેશન હેલ્થ' શરૂ કરવામાં આવ્યું છે.
Vivek Shah
Vivek Shah
Operation Health Dhaba હોટેલ-ઢાબાઓમાં ભેળસેળ સામે સરકારની લાલ આંખOperation Health Dhaba હોટેલ-ઢાબાઓમાં ભેળસેળ સામે સરકારની લાલ આંખ

Operation Health Dhaba હોટેલ-ઢાબાઓમાં ભેળસેળ સામે સરકારની લાલ આંખ

Operation Health Dhaba : આ અભિયાન અંતર્ગત નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલી હોટેલો, ઢાબાઓ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ફૂડ સર્વિસ એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરવા ફૂડ વિભાગને સક્રિય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ફૂડ વિભાગ દ્વારા રાંધેજા ચોકડી નજીક આવેલી પેરેડાઈઝ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસોડામાં સ્વચ્છતાની સ્થિતિ, ખાદ્ય પદાર્થોના સંગ્રહ, ખાદ્ય ચીજોની ગુણવત્તા સહિતની વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે સ્વચ્છતા પર પણ નજર

સરકાર દ્વારા હોટેલો અને ઢાબાઓમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખોરાક મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હાઈવે પર આવેલી હોટેલો અને ઢાબાઓમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

આ અભિયાન હેઠળ ફૂડ વિભાગ દ્વારા FoSCoS પોર્ટલ પર ઓનલાઈન ઈન્સ્પેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. તપાસની કામગીરી પારદર્શક રીતે થાય અને દરેક ફૂડ સર્વિસ એકમની વિગતો ઓનલાઈન નોંધાય તે માટે આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય ચીજોની તપાસ

ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર નિયમભંગના કિસ્સામાં સંબંધિત એકમોના લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અસ્વચ્છ રસોડાં, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને ખાદ્ય ગુણવત્તા સાથે ચેડાં કરતા એકમો સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે.

'ઓપરેશન હેલ્થ' અંતર્ગત રાજ્યભરમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવતાં હોટેલ અને ઢાબા સંચાલકોમાં ફૂડ સેફ્ટીના નિયમો અંગે જાગૃતિ વધશે તેવી આશા છે. ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે ફૂડ વિભાગ દ્વારા આ અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે.

આ પણ વાંચો : All India Police Badminton Tournament : અમદાવાદમાં આજથી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ, 38 ટીમોના 1162 ખેલાડીઓ ભાગ લેશે