All India Police Badminton Tournament : અમદાવાદમાં આજથી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ, 38 ટીમોના 1162 ખેલાડીઓ ભાગ લેશે


All India Police Badminton Tournament ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026
All India Police Badminton Tournament : અમદાવાદમાં આજથી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ, 38 ટીમોના 1162 ખેલાડીઓ ભાગ લેશે


All India Police Badminton Tournament ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026
All India Police Badminton Tournament : ગુજરાતના રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટ 19 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ચાલશે.
આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પોલીસ દળોની કુલ 38 ટીમોના 1,162 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની રમતોમાં ખેલાડીઓ પોતાની રમતની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. ટુર્નામેન્ટમાં 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આજથી રાષ્ટ્રીય પોલીસ ટુર્નામેન્ટ
આ સ્પર્ધાની ખાસ વિશેષતા એ છે કે રમતના મેદાનમાં હોદ્દાના ભેદભાવ વિના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એકસાથે ઉતરશે. કુલ 463 ગેઝેટેડ ઓફિસર્સ અને 699 નોન-ગેઝેટેડ ઓફિસર્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પોલીસ દળોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રમતગમત એકબીજા સાથે જોડાવા અને ટીમ ભાવના વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોની પોલીસ ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) જેવા કેન્દ્રીય પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમો પણ ટુર્નામેન્ટમાં જોડાઈ છે.
View post on Instagram
દેશભરના પોલીસ ખેલાડીઓ બેડમિન્ટન-ટેબલ ટેનિસમાં ઉતરશે
અગાઉ વર્ષ 2025માં કેરળ પોલીસ અને મે 2026માં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ત્રીજી આવૃત્તિનું યજમાનપદ ગુજરાતને મળ્યું છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ સતત વ્યસ્ત અને પડકારજનક ફરજ બજાવતા હોય છે. આવી સ્થિતિમાં તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવા રમતગમત અત્યંત જરૂરી છે.
આ પ્રકારની સ્પર્ધાઓ પોલીસ કર્મચારીઓમાં ટીમ ભાવના, પરસ્પર સંકલન અને રમતગમતની ભાવના મજબૂત બનાવે છે. ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ IPS અધિકારીઓ તેમજ વિવિધ પોલીસ દળોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 24 નવેમ્બર સુધી અમદાવાદમાં પોલીસ ખેલાડીઓ વચ્ચે વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે. આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતની સ્પર્ધા નહીં, પરંતુ દેશના વિવિધ પોલીસ દળો વચ્ચે એકતા, મિત્રતા અને સંકલન વધારવાનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બનશે.
View post on Instagram
આ પણ વાંચો : Gujarat Latest News Live : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વડનગરની ઐતિહાસિક ધરોહર નિહાળી




