Gandhinagar : શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદન પર દિનેશ બાંભણિયા લાલઘૂમ, કહ્યું 'મેલું ઉપાડે તો બોલે તેટલા રૂપિયા આપવા તૈયાર છું'


Dinesh Bambhaniya
Gandhinagar : શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદન પર દિનેશ બાંભણિયા લાલઘૂમ, કહ્યું 'મેલું ઉપાડે તો બોલે તેટલા રૂપિયા આપવા તૈયાર છું'


Dinesh Bambhaniya
Gandhinagar : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે પૂર્વ મુખ્યમંત્રીના નિવેદનને વાહિયાત ગણાવતાં કહ્યું કે, એક અગ્રણી નેતા તરીકે શંકરસિંહ વાઘેલાએ આવું નિવેદન આપવું દુઃખદ બાબત છે.
અન્ય સમાજને ખુશ કરવા માટે આવું નિવેદન આપ્યું
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાના નિવેદનને પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમાજ દ્વારા વખોડવામાં આવ્યું છે. તેમના મતે, પૂર્વ મુખ્યમંત્રી જેવા જવાબદાર પદ પર રહી ચૂકેલી વ્યક્તિ પાસેથી સમાજને જોડે તેવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તેના બદલે આવું નિવેદન કરવું યોગ્ય નથી. વધુમાં તેમણે અનામતના મુદ્દે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બાંભણિયાએ આક્ષેપ કર્યો હતો કે, અનામત અંગે યોગ્ય ચર્ચા કરવાને બદલે અન્ય સમાજને ખુશ કરવા માટે આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે.
દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલા પર કર્યો કટાક્ષ
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે કોઈ એક સમાજ કે વર્ગનું અપમાન થાય તેવા શબ્દોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? આ દરમિયાન દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "શંકરસિંહ વાઘેલા મેલું ઉપાડે તો હું તેમને બોલે તેટલા રૂપિયા આપવા તૈયાર છું." તેમના આ નિવેદનથી સમગ્ર મામલે વિવાદ વધુ વકરવાની શક્યતા છે. એક તરફ શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ દિનેશ બાંભણિયાના વળતા પ્રહારથી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ આ મામલે બંને પક્ષોની પ્રતિક્રિયાઓ અને વિવાદિત નિવેદનના સમગ્ર સંદર્ભને લઈને ચર્ચા ચાલી રહી છે.
હું બાપુને 50ની જગ્યાએ 5 લાખ આપું મારા ઘરનું મેલું ઉપાડે : યગ્નેશ દવે
આ સમગ્ર માલમે હવે બ્રાહ્મણ સમાજ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના કન્વીનર યગ્નેશ દવેએ કહ્યું કે હું બાપુને 50ની જગ્યાએ 5 લાખ આપું મારા ઘરનું મેલું ઉપાડવાની શરૂઆત કરે. દેશમાં ભાગલા પાડવાં માટે આવા નિવેદન બાપુ આપે છે. આવી પદ્ધતિ સમાજમાં બંધ થઇ ગઈ છે અને આ સમાજ પણ સન્માનથી જીવે છે. માત્ર ત્રણ સમાજને જ બાપુએ ટાર્ગેટ કર્યા છે પોતાના સમાજ માટે કંઈ કહ્યું નહીં. બાપુ કોંગ્રેસમાં જવા આવા નિવેદન આપે છે.
આ પણ વાંચો : Vadodara : કરજણ પાસે CNG પંપ પર ગેસ ભરાવતી વખતે ભયાનક બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત




