Get News Alerts

Never miss breaking news updates.

Vadodara : કરજણ પાસે CNG પંપ પર ગેસ ભરાવતી વખતે ભયાનક બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Vadodara : વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા CNG પંપ પર બ્લાસ્ટની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. CNG પંપ પર એક ગાડીમાં ગેસ ભરવાની કામગીરી ચાલી રહી હતી.
Kunjan ShuklaUpdated on: 03 Oct 2026 10:42 AM IST
Vadodara : કરજણ પાસે CNG પંપ પર ગેસ ભરાવતી વખતે ભયાનક બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્તVadodara : કરજણ પાસે CNG પંપ પર ગેસ ભરાવતી વખતે ભયાનક બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Vadodara

Vadodara : વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા CNG પંપ પર બ્લાસ્ટની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. CNG પંપ પર એક ગાડીમાં ગેસ ભરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પંપ પર હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બ્લાસ્ટની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા

પ્રાથમિક વિગતો મુજબ, કરજણ નજીક આવેલા CNG પંપ પર એક કારમાં CNG ગેસ ભરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ પંપ પર હાજર લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્લાસ્ટની અસર એટલી ગંભીર હતી કે પમ્પ પર ઊભેલી અન્ય બે જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે પમ્પ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

આ દરમિયાન આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં ગાડીમાં CNG ભરાવતી વખતે અચાનક બ્લાસ્ટ થતો હોવાનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. જોકે, બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં બ્લાસ્ટ પાછળ ટેકનિકલ ખામી, ગેસ લીકેજ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ જરૂરી બની છે. CNG પંપ પર સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાએ CNG પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો : Surat : અલથાણમાં વેપારીનું કારમાં અપહરણ કરી ચપ્પુ વડે હુમલો, બે બિલ્ડરના પુત્ર સહિત 3 આરોપીઓ ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.