Get News Alerts

Never miss breaking news updates.

Kutchનો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો, માલધારીનો વેશ ધારણ કરી LCBએ જંગલમાંથી દબોચ્યો

Kutch Listed Bootlegger Arrest: પશ્ચિમ કચ્છમાં છેલ્લા છ વર્ષથી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ રહેલા લિસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસિયો તગજી સોઢાને પશ્ચિમ કચ્છ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ,...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 04:53 PM IST
Kutchનો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો, માલધારીનો વેશ ધારણ કરી LCBએ જંગલમાંથી દબોચ્યોKutchનો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો, માલધારીનો વેશ ધારણ કરી LCBએ જંગલમાંથી દબોચ્યો

Kutch Listed Bootlegger Arrest

Kutch Listed Bootlegger Arrest: પશ્ચિમ કચ્છમાં છેલ્લા છ વર્ષથી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ રહેલા લિસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસિયો તગજી સોઢાને પશ્ચિમ કચ્છ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પોલીસથી બચવા માટે વારંવાર પોતાનું લોકેશન બદલતો હતો અને જંગલ તથા ડુંગરાળ વિસ્તારોમાં છુપાઈને રહેતો હતો.

‘ઓપરેશન ખોજ’ હેઠળ પોલીસે હાથ ધરી કાર્યવાહી

રાસુભા સોઢાને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ LCB દ્વારા ‘ઓપરેશન ખોજ’ હાથ ધરવામાં આવ્યું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ છેલ્લા 15 દિવસથી આરોપીની શોધખોળ કરી રહી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની હિલચાલ અંગે બાતમી મળ્યા બાદ જંગલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આરોપીને પકડવા માટે LCBના પોલીસકર્મીઓએ માલધારીનો વેશ ધારણ કરીને પણ શોધખોળ હાથ ધરી હતી.

ખેતરમાંથી આરોપીને ઝડપી પાડ્યો

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. વોચ દરમિયાન તે ખેતરમાં સૂતો હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. રાસુભા ઉર્ફે રાસિયો તગજી સોઢા સામે પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં કુલ 37 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. નલિયા, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, પધ્ધર, દયાપર, નારાયણ સરોવર, પ્રાગપર, અંજાર, ભચાઉ અને વાયોર સહિતના પોલીસ મથકોમાં તેની સામે કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

9 ગુનાઓમાં હતો વોન્ટેડ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 9 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયો હતો અને છેલ્લા છ વર્ષથી પોલીસથી બચી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લાંબા સમયથી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલો હતો. કચ્છમાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરીના કેટલાક કેસોમાં પણ આરોપી મુખ્ય સૂત્રધાર હોવાની પોલીસ તપાસમાં માહિતી સામે આવી હોવાનું જણાવાયું છે.

અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ

આરોપીની ધરપકડ બાદ પશ્ચિમ કચ્છ પોલીસે હવે તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને દારૂના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં આરોપી પાસેથી મળતી માહિતીના આધારે પ્રોહિબિશનના ગુનાઓ અને તેની સાથે જોડાયેલા નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]