Get News Alerts

Never miss breaking news updates.

Aravalli SOGની મોટી કાર્યવાહી, રાજસ્થાનની લૂંટનો ભેદ ઉકેલાયો; બે આરોપી ઝડપાયા

Aravalli SOG Robbery Case: અરવલ્લી SOGને લૂંટના એક અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. રાજસ્થાનના સાગવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટના કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા બે આરોપીઓને મોડાસામાંથી...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 06:05 PM IST
Aravalli SOGની મોટી કાર્યવાહી, રાજસ્થાનની લૂંટનો ભેદ ઉકેલાયો; બે આરોપી ઝડપાયાAravalli SOGની મોટી કાર્યવાહી, રાજસ્થાનની લૂંટનો ભેદ ઉકેલાયો; બે આરોપી ઝડપાયા

Aravalli SOG Robbery Case

Aravalli SOG Robbery Case: અરવલ્લી SOGને લૂંટના એક અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. રાજસ્થાનના સાગવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટના કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા બે આરોપીઓને મોડાસામાંથી ઝડપી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી SOGની ટીમે મોડાસાના સર્વોદયનગર ડુંગરી બાયપાસ રોડ પરથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન તેમની પાસેથી સોનાની કાનસેર સાથેની બુટ્ટી નંગ-2 મળી આવી હતી. પોલીસે રિકવર કરેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.1.51 લાખ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દામાલ રાજસ્થાનના સાગવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાંથી લૂંટાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણીનો દાવો

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. જેમાં લૂંટ, છેતરપિંડી, પ્રોહિબિશન, જુગાર અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. અરવલ્લી SOGની કાર્યવાહી બાદ બંને આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાનની સાગવાડા પોલીસને સોંપવામાં આવ્યા છે. હવે સાગવાડા પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરી લૂંટના ગુનામાં તેમની ભૂમિકા સહિતની વધુ વિગતો મેળવવામાં આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]