Get News Alerts

Never miss breaking news updates.

Bharuch ના નબીપુર પાસે શંકાસ્પદ કચરામાં ભીષણ આગ, હાઈવે પર ધુમાડો ફરી વળતા વાહનચાલકો પરેશાન

Bharuch ના નબીપુર વિસ્તારમાં નેશનલ હાઈવે-48ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ પ્રદૂષિત કચરાના ઢગલામાં આગ લાગતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 06 Sep 2026 02:12 PM IST
Bharuch ના નબીપુર પાસે શંકાસ્પદ કચરામાં ભીષણ આગ, હાઈવે પર ધુમાડો ફરી વળતા વાહનચાલકો પરેશાનBharuch ના નબીપુર પાસે શંકાસ્પદ કચરામાં ભીષણ આગ, હાઈવે પર ધુમાડો ફરી વળતા વાહનચાલકો પરેશાન

Bharuch

Bharuch : કચરામાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા નેશનલ હાઈવે સુધી પહોંચતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હોવાના અહેવાલો છે. ધુમાડાના કારણે કેટલાક સમયે ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા અકસ્માતનો ભય પણ વધ્યો છે.

મળતી માહિતી મુજબ, નબીપુર ઓવરબ્રિજ પહેલાં હાઈવેને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ કચરો ઠાલવવામાં આવ્યો હતો. આ કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ સતત ધુમાડો નીકળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આગ છેલ્લા બે દિવસથી સળગી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેમિકલ કચરો કે સામાન્ય કચરો?

ખાસ કરીને નેશનલ હાઈવે પર પસાર થતાં વાહનો માટે ધુમાડો જોખમી સાબિત થઈ શકે છે. ધુમાડાના ગોટેગોટા રોડ તરફ આવતા વાહનચાલકોને આગળનો રસ્તો સ્પષ્ટ રીતે ન દેખાય તેવી સ્થિતિ સર્જાતી હોવાની વાત સામે આવી છે. આવી સ્થિતિમાં અચાનક બ્રેક મારવી પડે અથવા આગળનું વાહન સમયસર ન દેખાય તો અકસ્માતની શક્યતા વધી શકે છે.

બીજી તરફ, કચરો સામાન્ય છે કે તેમાં કોઈ પ્રકારના કેમિકલ અથવા પ્રદૂષિત પદાર્થો છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કચરામાં કેમિકલયુક્ત સામગ્રી હોવાની પુષ્ટિ થાય તો આગમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

પ્રદૂષણ અને આરોગ્ય જોખમની ભીતિ

સૌથી મોટો સવાલ એ છે કે, નેશનલ હાઈવેને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં આ શંકાસ્પદ કચરો કોણ ઠાલવી ગયું? કચરો ઠાલવનાર વ્યક્તિ અથવા સંસ્થા સામે કાર્યવાહી થશે કે નહીં તે અંગે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક સ્તરે જીપીસીબી, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

જોકે, સંબંધિત વિભાગો દ્વારા સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેની માહિતી સ્પષ્ટ થવાની બાકી છે. હાલ સમગ્ર મામલે કચરાનો સ્ત્રોત, તેમાં રહેલા પદાર્થો અને આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસનો વિષય બન્યા છે. જો કચરો ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવ્યો હોવાનું બહાર આવે તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ છે.

આ પણ વાંચો : Madhya Pradesh Sagar Liquor : સાગરમાં ઝેરી દારૂનો કહેર, 10નાં મોત, 25થી વધુ લોકો બીમાર પડતા સારવાર માટે ખસેડાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.