Get News Alerts

Never miss breaking news updates.

Surat: પલસાણાના અમલસાડી ગામમાં દીપડી પાંજરે પુરાઈ, એક સપ્તાહથી મરઘાંનો કરતી હતી શિકાર

Surat:પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં છેલ્લા એક સપ્તાહથી મરઘાંનો શિકાર કરી રહેલી દીપડી આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Sep 2026 03:14 PM IST
Surat: પલસાણાના અમલસાડી ગામમાં દીપડી પાંજરે પુરાઈ, એક સપ્તાહથી મરઘાંનો કરતી હતી શિકારSurat: પલસાણાના અમલસાડી ગામમાં દીપડી પાંજરે પુરાઈ, એક સપ્તાહથી મરઘાંનો કરતી હતી શિકાર

Surat

Surat: પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં છેલ્લા એક સપ્તાહથી મરઘાંનો શિકાર કરી રહેલી દીપડી આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની જાણ થતાં પલસાણા વનવિભાગની ટીમ રાત્રિના સમયે જ સ્થળ પર પહોંચી હતી અને દીપડીનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી.

એક સપ્તાહથી મરઘાંનો શિકાર

અમલસાડી ગામમાં છેલ્લા એક સપ્તાહથી દીપડીની અવરજવર જોવા મળી રહી હતી. ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી કે.એમ. ફળિયામાં દીપડી દ્વારા મરઘાંનો શિકાર કરવામાં આવી રહ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઝાડ પરથી કરતી હતી શિકાર

મળતી માહિતી મુજબ, રિંકેશભાઈ હળપતિના ઘરના વાડા પાછળ આવેલા ઝાડ પરથી દીપડી મરઘાંનો શિકાર કરતી હતી. વારંવાર દીપડી દેખાતા ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

વનવિભાગને જાણ કરાઈ

ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય પિયુષભાઈ હળપતિએ દીપડીની હાજરી અંગે વનવિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમે દીપડીને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.

રાત્રે બે વાગ્યે પાંજરું બંધ થયું

રાત્રિના આશરે બે વાગ્યે પાંજરું બંધ થવાનો અવાજ આવતા રિંકેશભાઈ હળપતિ જાગી ગયા હતા. તેમણે લાઈટ ચાલુ કરીને તપાસ કરતા પાંજરામાં દીપડી પુરાયેલી જોવા મળી હતી. ત્યારબાદ તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

માહિતી મળતા પલસાણા વનવિભાગની ટીમ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પાંજરે પુરાયેલી દીપડી આશરે દોઢ વર્ષની માદા દીપડી હોવાનું સામે આવ્યું છે.

સામાજિક વનીકરણ રેન્જ ઓફિસે ખસેડાઈ

વનવિભાગે દીપડીનો કબજો મેળવી તેને સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ ખાતે ખસેડી હતી. દીપડીની તબિયત અને આગળની પ્રક્રિયા અંગે વનવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat Breaking: લક્ઝરી બસો સામે RTOનો સપાટો, 55 બસને ચલણ; 5 બસ ડિટેઇન

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.