Amreli : લો બોલો, એમ્બ્યુલન્સમાં દર્દી નહી પણ દારૂ મળી આવ્યો, બુટલેગરે અપનાવ્યો નવતર કીમિયો



Amreli Ambulance Liquor Smuggling
Amreli : લો બોલો, એમ્બ્યુલન્સમાં દર્દી નહી પણ દારૂ મળી આવ્યો, બુટલેગરે અપનાવ્યો નવતર કીમિયો



Amreli Ambulance Liquor Smuggling
Amreli : દર્દીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની ખેપ લઈ જવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ, બાબરા પોલીસની સતર્કતાના કારણે ઉટવડ નજીકથી પસાર થતી શંકાસ્પદ એમ્બ્યુલન્સને અટકાવવામાં આવી હતી. પોલીસે એમ્બ્યુલન્સની તપાસ હાથ ધરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બાબરા પોલીસની સતર્કતા રંગ લાવી
પોલીસે એમ્બ્યુલન્સમાંથી કુલ 1968 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે. દારૂની અંદાજિત કિંમત રૂ.3.56 લાખ હોવાનું જાણવા મળ્યું છે. દારૂની હેરફેર માટે બુટલેગરે દર્દીઓની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે ગોંડલના સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી આ દારૂની ખેપને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સ્થળે લઈ જઈ રહ્યો હતો.
બાબરા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ ઉપરાંત એમ્બ્યુલન્સ સહિત કુલ રૂ.10.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અમરેલીમાં એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો
દર્દીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. બુટલેગરે પોલીસની નજરથી બચવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાનો નવતર પ્રયાસ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હવે પોલીસ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો.
આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બાબરા પોલીસની સતર્કતાથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા દારૂની ગેરકાયદે હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને કરવામાં આવી રહેલી આ હેરાફેરીનો પર્દાફાશ કરી મહત્વની કાર્યવાહી કરી છે. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. દારૂની આ ખેપ પાછળના નેટવર્ક અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો : Dang માં દીપડાનો વધુ એક વીડિયો વાયરલ, રાત્રે સાપુતારામાં આરામ ફરમાવતો દેખાયો

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





