Get News Alerts

Never miss breaking news updates.

Dang માં દીપડાનો વધુ એક વીડિયો વાયરલ, રાત્રે સાપુતારામાં આરામ ફરમાવતો દેખાયો

Dang જિલ્લામાં દીપડાની હિલચાલનો વધુ એક વીડિયો સામે આવતા સાપુતારામાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા સાપુતારામાં રાત્રિના સમયે આરામ ફરમાવતો દીપડો કેમેરામાં કેદ.
Vivek Shah
Vivek ShahUpdated on: 12 Sep 2026 10:36 AM IST
Dang માં દીપડાનો વધુ એક વીડિયો વાયરલ, રાત્રે સાપુતારામાં આરામ ફરમાવતો દેખાયોDang માં દીપડાનો વધુ એક વીડિયો વાયરલ, રાત્રે સાપુતારામાં આરામ ફરમાવતો દેખાયો

Dang Leopard

Dang : રાત્રિના સમયે સાપુતારા વિસ્તારમાં એક દીપડો રસ્તા નજીક જોવા મળ્યો હતો. આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. વીડિયોમાં અંધકાર વચ્ચે દીપડો રસ્તા નજીકની જગ્યાએ આરામ કરતો જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સાપુતારામાં ફરી એકવાર દીપડાની હાજરી ચર્ચાનો વિષય બની છે.

દીપડો રસ્તા નજીક આરામ કરતો દેખાયો

સાપુતારા ડાંગ જિલ્લાનું મહત્વનું અને પ્રવાસીઓથી ધમધમતું પ્રવાસન સ્થળ છે. ખાસ કરીને રાત્રિના સમયે પણ અહીં પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં જાહેર માર્ગો અને માનવ વસાહતની નજીક દીપડાની હિલચાલ જોવા મળતા પ્રવાસીઓમાં સ્વાભાવિક રીતે ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ પણ સાપુતારા ઘાટના મુખ્ય માર્ગ પર પસાર થતો દીપડો કેમેરામાં કેદ થયો હતો. હવે ફરી એકવાર દીપડાનો વીડિયો સામે આવતા વન્યજીવની સતત હિલચાલ અંગે સવાલો ઉઠી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં જંગલ વિસ્તાર મોટો હોવાથી દીપડા સહિતના વિવિધ વન્યજીવોની હાજરી જોવા મળે છે. ખોરાક અને પાણીની શોધમાં ઘણી વખત વન્યજીવો જંગલની બહારના વિસ્તારો અથવા રસ્તાઓની નજીક પણ આવી જતા હોય છે.

સાપુતારા ઘાટમાં ફરી દીપડો દેખાયો

દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રવાસીઓને રાત્રિના સમયે કારમાંથી નીચે નહીં ઉતરવા માટે સૂચના આપવામાં આવી છે. વન વિભાગની સલાહ મુજબ, જો રસ્તા નજીક કે આસપાસ દીપડો દેખાય તો તેની નજીક જવાનો, તેને ઉશ્કેરવાનો કે તેનો પીછો કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. વાહનમાં રહીને સુરક્ષિત અંતર જાળવવું અને વન વિભાગને જાણ કરવી વધુ યોગ્ય છે.

સતત દીપડાની હિલચાલના કારણે ગ્રામજનો અને પ્રવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે દીપડાની હાજરી માત્રથી કોઈ હુમલો થયો હોવાનું માનવું યોગ્ય નથી, પરંતુ માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા સાવચેતી જરૂરી છે. હાલ વાયરલ વીડિયોને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે અને વન વિભાગ પણ વિસ્તારમાં વન્યજીવની હિલચાલ પર નજર રાખી રહ્યું છે. સાપુતારા આવતા પ્રવાસીઓએ ખાસ કરીને રાત્રિના સમયે વન વિભાગની સૂચનાઓનું પાલન કરી સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો : Surat : સાપે ડંખ માર્યો તો મરેલો સાપ થેલીમાં ભરી હોસ્પિટલ પહોંચ્યા આધેડ, દર્દીઓ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે