Amreli : વડિયા–કુંકાવાવ પંથકમાં બંધ ST બસ સેવા ફરી શરૂ કરવાની માગ


Amreli
Amreli : વડિયા–કુંકાવાવ પંથકમાં બંધ ST બસ સેવા ફરી શરૂ કરવાની માગ


Amreli
Amreli : અમરેલી જિલ્લાના વડિયા–કુંકાવાવ પંથકમાં બંધ પડેલી ST બસ સેવા તાત્કાલિક ફરી શરૂ કરવાની માગ ઉઠી છે. બસ સેવા બંધ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ દૈનિક મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમયસર પહોંચવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.
મુસાફરોને પડી રહી છે મુશ્કેલી
વડિયા, કુંકાવાવ અને અમરેલી વચ્ચે અપડાઉન કરતા મુસાફરો માટે ST બસ સેવા મહત્વપૂર્ણ ગણાય છે. બસ સેવા બંધ હોવાના કારણે રોજિંદા કામકાજ, અભ્યાસ તેમજ અન્ય જરૂરી કામગીરી માટે મુસાફરી કરતા લોકોને વધારાનો ખર્ચ અને સમય બંને ભોગવવા પડી રહ્યા છે. કેટલાક મુસાફરોને ખાનગી વાહનો અથવા અન્ય વિકલ્પોનો સહારો લેવો પડતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મરે ST તંત્રને લેખિત રજૂઆત કરી
આ સમગ્ર મુદ્દે કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મરે ST તંત્રને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં બંધ પડેલી બસ સેવા વહેલી તકે પુનઃ શરૂ કરવા માગ કરવામાં આવી છે. સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને નિયમિત બસ સેવા ઉપલબ્ધ કરાવવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે પણ બસ સેવા ફરી શરૂ થાય તેવી માગ વધી રહી છે. મુસાફરોનું કહેવું છે કે જાહેર પરિવહનની સુવિધા નિયમિત રહે તો વિદ્યાર્થીઓ સહિત રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળી શકે છે.
વડિયા–કુંકાવાવ પંથકના મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને ST તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને બંધ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. હવે ST તંત્ર આ રજૂઆતને પગલે શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક મુસાફરોની નજર છે.
આ પણ વાંચો : Himmatnagar Accident: અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ફરી વળી, એકનું મોત; ટોળાએ કાર સળગાવી





