Get News Alerts

Never miss breaking news updates.

Himmatnagar Accident: અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ફરી વળી, એકનું મોત; ટોળાએ કાર સળગાવી

Ambaji Pilgrims Accident Himmatnagar: અંબાજી તરફ પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે હિંમતનગર નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 09:08 PM IST
Himmatnagar Accident: અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ફરી વળી, એકનું મોત; ટોળાએ કાર સળગાવીHimmatnagar Accident: અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ફરી વળી, એકનું મોત; ટોળાએ કાર સળગાવી

Ambaji Pilgrims Accident Himmatnagar

Ambaji Pilgrims Accident Himmatnagar: અંબાજી તરફ પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે હિંમતનગર નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દોલગઢ પાટિયા પાસે એક સ્કોર્પિયો કારની ટક્કરથી આશરે 12 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બેફામ ઝડપે આવતી કારની ટક્કર

મળતી માહિતી મુજબ, અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓનો સમૂહ દોલગઢ પાટિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કાર પદયાત્રીઓના સમૂહમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ અનેક પદયાત્રીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કારચાલકને રોકી ટોળાએ કારને આગ ચાંપી

અકસ્મત બાદ કારચાલક સ્થળ પરથી નીકળી જવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, આસપાસના લોકો અને અન્ય પદયાત્રીઓ એકઠા થઈ જતા કારને રોકી લેવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટોળાએ સ્કોર્પિયો કારને આગ ચાંપી દેતાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાના કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

અકસ્મતની જાણ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ, ઈજાગ્રસ્ત પદયાત્રીઓની સ્થિતિ જાણવા અને જરૂરી મદદ માટે પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

પદયાત્રીઓની સુરક્ષાને લઈને સવાલો

અંબાજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોવાથી હાઇવે પર તેમની સુરક્ષાને લઈને અગાઉથી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તેમ છતાં આ પ્રકારના અકસ્માતથી પદયાત્રીઓની સલામતી અને વાહનોની ઝડપ પર નિયંત્રણ અંગે સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અકસ્માતમાં અડફેટે આવેલા પદયાત્રીઓ

પોલીસ અને ઉપલબ્ધ માહિતી મુજબ અકસ્માતમાં અડફેટે આવેલા પદયાત્રીઓમાં દિલીપકુમાર સજ્જન્સી પટેલ, મહેશભાઈ મગનભાઈ પટેલ, હાર્દિકકુમાર રતિલાલભાઈ સોલંકી, મોહનભાઈ રમણભાઈ વાઘેલા, ચેતનાબેન મોહનભાઈ વાઘરી, સુનિલભાઈ નગીનભાઈ બારીયા, વક્તુભાઈ ગલબાભાઈ વાઘરી, મુકેશકુમાર નટવરભાઈ પટેલ, રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર, આશાબેન મહેશભાઈ પટેલ, રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા અને વિજયભાઈ ધીરુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]