Ahmedabad Heritage City : રમતગમતની સાથે વિરાસતની ઝલક, દેશભરના પોલીસ ખેલાડીઓએ અમદાવાદમાં માણ્યો હેરિટેજ વોકનો આનંદ


Ahmedabad Heritage City અમદાવાદના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિથી રૂબરૂ થયા
Ahmedabad Heritage City : રમતગમતની સાથે વિરાસતની ઝલક, દેશભરના પોલીસ ખેલાડીઓએ અમદાવાદમાં માણ્યો હેરિટેજ વોકનો આનંદ


Ahmedabad Heritage City અમદાવાદના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિથી રૂબરૂ થયા
Ahmedabad Heritage City : આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી આવેલા ખેલાડીઓ તથા અધિકારીઓ માટે 24 નવેમ્બરની વહેલી સવારે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ બેડમિન્ટન ક્લસ્ટરનું આયોજન થઈ રહ્યું છે. ટૂર્નામેન્ટ દરમિયાન મેદાન પર ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ત્યારે ખેલાડીઓને રમતગમતની સાથે અમદાવાદની ઐતિહાસિક ઓળખ અને સમૃદ્ધ સંસ્કૃતિથી પરિચિત કરાવવાના હેતુથી આ વિશેષ હેરિટેજ વોક યોજાઈ હતી.
હેરિટેજ વોકથી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પ્રોત્સાહન
આ હેરિટેજ વોકમાં દેશના અલગ-અલગ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી આવેલા ખેલાડીઓ તથા પોલીસ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, ભવ્ય વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓને નજીકથી નિહાળવાનો આનંદ માણ્યો હતો.
રમતગમતની સ્પર્ધાઓ વચ્ચે યોજાયેલી આ પ્રવૃત્તિ ખેલાડીઓ માટે એક અલગ અને યાદગાર અનુભવ બની હતી. સતત રમતગમતની તૈયારીઓ અને મુકાબલાઓ વચ્ચે હેરિટેજ વોકના માધ્યમથી ખેલાડીઓને શહેરની વિરાસત જાણવાની અને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળી હતી.
ગુજરાત પોલીસના આયોજનથી ખેલાડીઓ પ્રભાવિત
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ આયોજનથી અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ અને અધિકારીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પહેલ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પોલીસ કર્મચારીઓ વચ્ચે પરસ્પર સંવાદ, મિત્રતા અને એકતાની ભાવનાને પણ પ્રોત્સાહન આપનારી બની હતી. આ હેરિટેજ વોક દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રમતગમતની સ્પર્ધાઓ સાથે દેશની સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક વારસાને જાણવાની તક આપતું ગુજરાત પોલીસનું આ આયોજન ટૂર્નામેન્ટમાં એક વિશેષ આકર્ષણ બન્યું છે. આમ, અમદાવાદમાં યોજાઈ રહેલા 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27માં રમતગમતની સાથે સંસ્કૃતિ અને વિરાસતનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.




