Surat Mahila Flat Rescue : સુરતના કતારગામમાં કપડાં સુકવવા ગયેલી મહિલા બે બિલ્ડિંગ વચ્ચે ફસાઈ, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી બચાવી


Surat Mahila Flat Rescue સુરતના કતારગામમાં મહિલા ટેરેસ પરથી પટકાઈ
Surat Mahila Flat Rescue : સુરતના કતારગામમાં કપડાં સુકવવા ગયેલી મહિલા બે બિલ્ડિંગ વચ્ચે ફસાઈ, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી બચાવી


Surat Mahila Flat Rescue સુરતના કતારગામમાં મહિલા ટેરેસ પરથી પટકાઈ
Surat Mahila Flat Rescue : ઘટનાની જાણ થતાં સોસાયટીના લોકોમાં અફરાતફરી મચી હતી. ત્યારબાદ ફાયર વિભાગના જવાનોને જાણ કરવામાં આવતાં તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી મહિલાને બહાર કાઢી હતી.
મળતી માહિતી મુજબ, કતારગામની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાં 48 વર્ષીય દિવ્યાબેન સવારે કપડાં સુકવવા માટે ટેરેસ પર ગયાં હતાં. આ દરમિયાન કોઈક કારણસર તેઓ ઉપરથી નીચે પટકાયાં હતાં. જોકે, તેઓ સીધાં જમીન પર પડવાને બદલે બે બિલ્ડિંગની વચ્ચે આવેલી ગેલરીમાં ફસાઈ ગયાં હતાં.
108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં
આ ઘટના બનતાં આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. મહિલાને બે બિલ્ડિંગની વચ્ચે ફસાયેલાં જોઈ સોસાયટીના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, સાંકડી જગ્યામાં ફસાયેલાં મહિલાને બહાર કાઢવી મુશ્કેલ હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં જ કતારગામ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
જવાનોએ જરૂરી પ્રયાસો બાદ બે બિલ્ડિંગની વચ્ચે ફસાયેલાં દિવ્યાબેનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં. રેસ્ક્યૂ બાદ મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાને પગલે સોસાયટીના લોકોમાં ચિંતા જોવા મળી હતી.
ફાયર જવાનોએ મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં
હાલ મહિલાને કયા કારણોસર ટેરેસ પરથી નીચે પડ્યાં હતાં તે અંગે વધુ વિગતો સામે આવી નથી. તેમની હાલત અને ઘટનાની અન્ય વિગતો અંગે પણ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. કતારગામ ફાયર વિભાગના જવાનોની સમયસૂચક કામગીરીને કારણે બે બિલ્ડિંગ વચ્ચે ફસાયેલાં મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી.




