
Ahmedabad News : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બેફામ ઝડપે કાર હંકારી રહેલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર રસ્તાઓ પરના અનધિકૃત પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ડમરૂ સર્કલ, કારગીલ પેટ્રોલ પંપ, હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા, પકવાન, જજીસ બંગલો, માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ અને બોપલ BRTS સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી.