Kheda News : ખેડાના માતરમાં ગમખ્વાર અકસ્માત, કારે રિક્ષાને ટક્કર મારતા 3ના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત થયા



Kheda Matar Accident
Kheda News : ખેડાના માતરમાં ગમખ્વાર અકસ્માત, કારે રિક્ષાને ટક્કર મારતા 3ના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત થયા



Kheda Matar Accident
Kheda News : માતર-તારાપુર રોડ પર આવેલી ખોડિયાર ચોકડી પાસે ઈકો ગાડીએ રિક્ષાને જોરદાર ટક્કર મારતા ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં અન્ય ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી નજીક ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો ગાડીએ રિક્ષાને ટક્કર મારતા બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા.
અકસ્માતમાં 3 ના મોત
અકસ્માતમાં ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકત્ર થયા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. માતર પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો, બંને વાહનોની સ્થિતિ શું હતી અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટનાની વિગતો જાણી હતી અને અકસ્માત બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
માતર-તારાપુર રોડ પર અકસ્માતની ઘટના
માતર-તારાપુર રોડ પર બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ ઈજાગ્રસ્તોની સારવાર ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
પોલીસ દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ તેમજ અકસ્માત અંગેની અન્ય વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે જ વાહનોની તપાસ અને ઘટનાસ્થળના પુરાવાના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માતર પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




