અમદાવાદમાં સમરસતા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત, સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે સમાનતાનો સંદેશ

Samrasta Kalash Yatra Ahmedabad: સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ચાલી રહેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સમરસતા કળશ પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંત-મહંતો, મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાશીથી કર્ણાવતી સુધી શરૂ થયેલી સમરસતા કળશ યાત્રા સંત રવિદાસજી મહારાજના જન્મસ્થળની પવિત્ર માટી સાથે સમગ્ર...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદમાં સમરસતા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત, સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે સમાનતાનો સંદેશઅમદાવાદમાં સમરસતા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત, સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે સમાનતાનો સંદેશ

Samrasta Kalash Yatra Ahmedabad: સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ચાલી રહેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સમરસતા કળશ પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંત-મહંતો, મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાશીથી કર્ણાવતી સુધી શરૂ થયેલી સમરસતા કળશ યાત્રા સંત રવિદાસજી મહારાજના જન્મસ્થળની પવિત્ર માટી સાથે સમગ્ર દેશનો પ્રવાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિર ખાતે કળશનું વિધિવત્ પૂજન અને સ્થાપના કરવામાં આવી હતી. આગામી સાત દિવસ સુધી આ કળશના દર્શન અને પૂજન માટે ભક્તો અને નાગરિકોને તક આપવામાં આવશે.

આ પછી સમરસતા કળશ યાત્રા સમગ્ર ગુજરાતના જિલ્લાઓ અને ગામોમાં ફરશે. યાત્રા અંબાજી, વડગામ, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, કલોલ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ અમદાવાદ પહોંચી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સંત રવિદાસજી મહારાજના સમાનતા, ભાઈચારા અને ભેદભાવમુક્ત સમાજના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. આયોજકોના જણાવ્યા મુજબ તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.