
રાજકોટમાં 15 ઈચ જેટલો વરસાદ થતા અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. તેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દેવકી ગાલોલ ગામમાં માત્ર ત્રણ કલાકમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલોરીયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે નદી પર બનાવાયેલ કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું અને જેતપુર-બગસરા રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.