રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દેવકી ગાલોલ ગામમાં માત્ર ત્રણ કલાકમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલોરીયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે નદી પર બનાવાયેલ કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું અને જેતપુર-બગસરા રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.