Get News Alerts

Never miss breaking news updates.

CM ભૂપેન્દ્ર પટેલ અને આયર્લેન્ડના કોન્સુલ જનરલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Bhupendra Patel Ireland Consul Meeting: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી સાથે વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRC દરમિયાન મહત્વપૂર્ણ અને ફળદાયી બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેના આર્થિક, ઔદ્યોગિક તેમજ ટેક્નોલોજીકલ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આયર્લેન્ડના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ વિશાળ...
R Gajjar
R GajjarUpdated on: 29 Jun 2026 05:41 PM IST
CM ભૂપેન્દ્ર પટેલ અને આયર્લેન્ડના કોન્સુલ જનરલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણCM ભૂપેન્દ્ર પટેલ અને આયર્લેન્ડના કોન્સુલ જનરલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ

Bhupendra Patel Ireland Consul Meeting: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી સાથે વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRC દરમિયાન મહત્વપૂર્ણ અને ફળદાયી બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેના આર્થિક, ઔદ્યોગિક તેમજ ટેક્નોલોજીકલ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આયર્લેન્ડના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બાદ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો ઊભી થશે, જેનો ગુજરાતને પણ મોટો લાભ મળી શકે છે.

બેઠક દરમિયાન સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં વિકસતી ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ ભવિષ્યમાં સંયુક્ત પ્રયાસો માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. આયર્લેન્ડના કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફીએ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સહભાગી થવાની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે આયર્લેન્ડ અને ગુજરાત વચ્ચેના સહયોગના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે કન્ટ્રી સેમિનાર યોજવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આયર્લેન્ડના પ્રતિનિધિમંડળને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાતના વૈશ્વિક આકર્ષણો જેવી કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ રાજ્યના વિવિધ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની મુલાકાત કરાવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી મનોજ દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્રસચિવ ડો. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com