અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 20 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો



અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 20 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો



અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે નાર્કોટિક્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં લવાયેલા 20 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની સચોટ બાતમીના આધારે કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે આ કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ટ્રોલી બેગમાં ચતુરાઈપૂર્વક ગાંજો છુપાવીને ભારત લાવ્યો હતો. કુલ 20.366 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં કસ્ટમ્સ વિભાગે એક મુસાફરની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક કાર્યવાહી બાદ સમગ્ર કેસની વધુ તપાસ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને સોંપવામાં આવી છે. અધિકારીઓ હવે ડ્રગ્સની સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.




