
Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ SOG દ્વારા ડ્રગ્સ સામેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOGની ટીમે ઓઢવ વિસ્તારમાંથી 160 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

Surat: સુરતના ઉત્રાણ વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. દેવીકૃપા સોસાયટીના એક મકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લામાં ગુજરાત ATS અને સ્થાનિક SOGની સંયુક્ત ટીમે મોટું મેગા ઓપરેશન પાર પાડી વાપીમાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. વાપીના કુંતા ગામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી અને ગોડાઉન પર દરોડા પાડતા કરોડો રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું છે.

દ્વારકા પંથકમાં ડ્રગ્સની સતત વધતી પ્રવૃત્તિએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઉભી કરી છે. માત્ર 15 દિવસમાં ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાતા પોલીસના પેટ્રોલિંગ અને નિયંત્રણ વ્યવસ્થાની અસરકારકતા પર સવાલો ઉઠી રહ્યા છે. અતિ સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ડ્રગ્સ નેટવર્ક કેવી રીતે બેફામ બન્યું તે હવે મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

નાર્કોટિક્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં લવાયેલા 20 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેમાં 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ટ્રોલી બેગમાં છુપાવી ભારત લાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.