
અમદાવાદમાં નરોડા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ.14.16 કરોડની કિંમતનું 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરી નાઇજિરિયન નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સના નેટવર્ક અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

નાર્કોટિક્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં લવાયેલા 20 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેમાં 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ટ્રોલી બેગમાં છુપાવી ભારત લાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના એરપોર્ટ પરર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતાં બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 6.540 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે આવેલા રાયપુરના મુસાફરની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ હેઠળ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.