Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગકાંડ: વધુ એક સિનિયર સસ્પેન્ડ, કુલ 7 સામે કાર્યવાહી

Bhavnagar Raging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કોલેજના 6 સિનિયર ડોક્ટરો દ્વારા 13 જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Admin
AdminUpdated on: 20 Jun 2026 02:33 PM IST
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગકાંડ: વધુ એક સિનિયર સસ્પેન્ડ, કુલ 7 સામે કાર્યવાહીભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગકાંડ: વધુ એક સિનિયર સસ્પેન્ડ, કુલ 7 સામે કાર્યવાહી

Bhavnagar Raging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કોલેજના 6 સિનિયર ડોક્ટરો દ્વારા 13 જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, પીડિત વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદના આધારે એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પીડિત વિદ્યાર્થીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે મોડી રાત્રે વધુ એક સિનિયર વિદ્યાર્થીને 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સાથે રેગિંગ પ્રકરણમાં અત્યાર સુધી કુલ 7 સિનિયર વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજ પ્રશાસન દ્વારા સસ્પેન્ડ કરાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમ મુજબ વિભાગના વડા (HOD) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા થવી જોઈએ, પરંતુ આ મામલે HODના બદલે એક આસિસ્ટન્ટ ડોક્ટરને ફરિયાદ નોંધાવવા માટે જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી આગળ વધે તેવી શક્યતા છે. રેગિંગ જેવી ગંભીર ઘટનાને લઈ કોલેજ પ્રશાસન અને એન્ટી રેગિંગ કમિટી સતર્ક બની છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.