ગલવાન અથડામણ બાદ પ્રથમ વખત ભારત આવી શકે છે શી જિનપિંગ, BRICS સમિટ માટે ભારતનું આમંત્રણ

Xi Jinping India Visit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતે શી જિનપિંગને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. જોકે, તેમની મુલાકાત અંગે હજુ સુધી ચીન તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. BRICS સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Xi Jinping India Visit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતે શી જિનપિંગને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. જોકે, તેમની મુલાકાત અંગે હજુ સુધી ચીન તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

BRICS સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં થવાનું છે. જો શી જિનપિંગ ભારત આવે છે, તો ગલવાન અથડામણ અને LAC પરના તણાવ બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે. ઉલ્લેખનીય છે કે શી જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2019માં ભારત આવ્યા હતા. તે સમયે તેમણે તમિલનાડુના મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક શિખર બેઠકમાં ભાગ લીધો હતો.

ગલવાન અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં BRICS સમિટ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે સંભવિત મુલાકાત અને ચર્ચા પર સમગ્ર વિશ્વની નજર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચીને ભારતની BRICS અધ્યક્ષતાને સમર્થન આપ્યું છે અને શી જિનપિંગની સંભવિત હાજરીને લઈને રાજદ્વારી સ્તરે તૈયારીઓ ચાલી રહી છે.