Get News Alerts

Never miss breaking news updates.

વિસનગરમાં ભાજપ નેતાનો આપઘાત:ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

વિસનગર નગરપાલિકાના ભાજપ નગરસેવક અને પક્ષના નેતા દીપક મોદીનું વહેલી સવારે ટ્રેન નીચે પડી જતાં મોત થયું છે. ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 11:29 AM IST
વિસનગરમાં ભાજપ નેતાનો આપઘાત:ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યુંવિસનગરમાં ભાજપ નેતાનો આપઘાત:ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

વિસનગર વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીનું ટ્રેન નીચે પડી જતાં કરુણ મોત થયું છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા દીપક મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી. અકસ્માતની ગંભીરતાને કારણે તેમના શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

54 વર્ષીય દીપક મોદી તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેઓને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી હતી. સામાજિક અને જાહેર જીવનમાં સક્રિય રહેલા દીપક મોદી RSS સાથે પણ સંકળાયેલા હતા.

મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેમના પત્ની ભારતીબેન મોદી પણ કાંસા એન.એ. પંચાયતના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના સમર્થકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.