
Mehsana : મળતી માહિતી મુજબ, કિર્તિભાઈ ચૌધરી નામના શખ્સે યુવતીને લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, માતાજીના નામે ધમકી આપીને ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું.

વિસનગર નગરપાલિકાના ભાજપ નગરસેવક અને પક્ષના નેતા દીપક મોદીનું વહેલી સવારે ટ્રેન નીચે પડી જતાં મોત થયું છે. ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.