Get News Alerts

Never miss breaking news updates.

વલસાડમાં પુષ્પા સ્ટાઇલમાં થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ, 5 લાખથી વધુનો દારુ જપ્ત

Valsad Police: વલસાડ જિલ્લાની પારડી પોલીસે પુષ્પા સ્ટાઈલમાં થતી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. ‎સેન્ટિંગના લાકડા વચ્ચે સંતાડેલો ₹8.89 લાખ રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‎પોલીસની નાકાબંધી જોઈ પિકઅપનો ચાલક વાહનને રસ્તા પર જ મૂકી વાડીઓમાં ફરાર થઈ ગયો હતો.
Admin
AdminUpdated on: 15 Jun 2026 06:36 PM IST
વલસાડમાં પુષ્પા સ્ટાઇલમાં થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ, 5 લાખથી વધુનો દારુ જપ્તવલસાડમાં પુષ્પા સ્ટાઇલમાં થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ, 5 લાખથી વધુનો દારુ જપ્ત

Valsad Police: વલસાડ જિલ્લાની પારડી પોલીસે પુષ્પા સ્ટાઈલમાં થતી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. ‎સેન્ટિંગના લાકડા વચ્ચે સંતાડેલો ₹8.89 લાખ રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‎પોલીસની નાકાબંધી જોઈ પિકઅપનો ચાલક વાહનને રસ્તા પર જ મૂકી વાડીઓમાં ફરાર થઈ ગયો હતો.

બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે પારડી પોલીસે બાતમીના આધારે ‘પુષ્પા’ ફિલ્મના અંદાજમાં થતી એક મોટી તસ્કરી નિષ્ફળ બનાવી છે. પરિયાથી ડુંગરી રોડ તરફ આવી રહેલા ગ્રે કલરના અશોક લેલન બડા દોસ્ત પિકઅપ નંબર GJ-03-CU-0552ને પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો. જો કે, ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે હંકારી મૂકી હતી.

‎​પોલીસે ફિલ્મી ઢબે ખાનગી વાહનમાં પીછો કરતા ગભરાયેલો ડ્રાઈવર ડુંગરી ગામના અતુલ ફળિયા પાસે ગાડી રોડ સાઈડ મૂકી નજીકની વાડીઓમાં અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે પિકઅપની તલાસી લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગાડીમાં સેન્ટિંગના લાકડાની આડમાં ગુપ્ત ખાનું બનાવી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

‎​પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની કુલ 2088 નંગ બોટલો જેની કિંમત 5.89 લાખ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ અને 3 લાખનું પિકઅપ વાહન મળી કુલ 8.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને પારડી પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ચેસિસ અને એન્જિન નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.