
Valsad Police: વલસાડ જિલ્લાની પારડી પોલીસે પુષ્પા સ્ટાઈલમાં થતી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. સેન્ટિંગના લાકડા વચ્ચે સંતાડેલો ₹8.89 લાખ રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની નાકાબંધી જોઈ પિકઅપનો ચાલક વાહનને રસ્તા પર જ મૂકી વાડીઓમાં ફરાર થઈ ગયો હતો.

Valsad News: વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત 'રાજ ઉપહાર' મહિલા ઉદ્યોગમાં કામ કરતી 350થી વધુ ગરીબ આદિવાસી મહિલાઓનું ગંભીર શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે.

Valsad News: વલસાડ જિલ્લામાં નાનાપોંઢા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓ પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે 58 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ તથા વિયરના કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.