
Amreli જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 8 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જીક્યાળી, વાંકિયા, ઇંગોરાળા સહિત આસપાસનાં ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Gir Somnath Farmers Rainfall Crop Loss: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ વાવેતર બાદ વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ગત સાતમા મહિનામાં તા. 4 અને...

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, એક સપ્તાહમાં શરદી-ઉધરસના આશરે 800 જેટલા કેસ જ્યારે તાવના 900 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી વાતાવરણને પગલે લોકોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આ ચોમાસાની સિઝનમાં ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમના ઉપરવાસ અને સ્ત્રાવ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 5,310 ક્યુસેક પાણીની આવક થતાં પાણીની જાવક માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.