Amreli ના ખાંભા ગીરમાં 8 દિવસ બાદ વરસાદનું પુનરાગમન, જુઓ Video

Amreli ના ખાંભા ગીરમાં 8 દિવસ બાદ વરસાદનું પુનરાગમન, જુઓ Video

Amreli જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 8 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જીક્યાળી, વાંકિયા, ઇંગોરાળા સહિત આસપાસનાં ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનો માટે આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાંભા ગીર પંથકના લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા હતા. દિવસ દરમિયાન તાપમાન અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ રહ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ન વરસતાં વાતાવરણમાં ગરમીનો અનુભવ સતત વધી રહ્યો હતો. ત્યારે 8 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જીક્યાળી, વાંકિયા અને ઇંગોરાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદનાં છાંટા પડતાં જ લોકોને ગરમી અને બફારાથી રાહતનો અનુભવ થયો હતો. લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલા ગ્રામજનોમાં પણ આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




