પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો, 59 દરવાજા 1 ફૂટ ખોલાયા; 17 ગામોને એલર્ટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આ ચોમાસાની સિઝનમાં ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમના ઉપરવાસ અને સ્ત્રાવ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 5,310 ક્યુસેક પાણીની આવક થતાં પાણીની જાવક માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.
Growth Now News
Growth Now News
પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો, 59 દરવાજા 1 ફૂટ ખોલાયા; 17 ગામોને એલર્ટપાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો, 59 દરવાજા 1 ફૂટ ખોલાયા; 17 ગામોને એલર્ટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આ ચોમાસાની સિઝનમાં ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમના ઉપરવાસ અને સ્ત્રાવ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 5,310 ક્યુસેક પાણીની આવક થતાં પાણીની જાવક માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતાં અને તમામ 59 દરવાજા ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના નદીકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીકાંઠાના કુલ 17 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ ચાલુ ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદ દરમિયાન જ ઓવરફ્લો થયો હતો. ત્યારબાદ વરસાદના બીજા રાઉન્ડમાં ડેમના સ્ત્રાવ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડતા ડેમમાં ફરી પાણીની આવક વધી છે અને ડેમ ફરી ઓવરફ્લો થયો છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. જેને પગલે તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.