
Navsari : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ત્રણ વર્ષના માસૂમ બાળક આરવ પટેલ પર જીવલેણ હુમલો કરનાર દીપડી આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે.

Amreli : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં 25 વર્ષીય રૂમાલ વેરસિંહ મહેડા ઈજાગ્રસ્ત થયા હતા.

Junagadh : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકિયાડી ગામમાં દીપડાઓની સતત અવરજવરથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 90 વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં પણ ચિંતા ફેલાઈ.

Sanand : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સાણંદમાં દીપડાની હિલચાલની આશંકાએ ચકચાર મચી છે. સાણંદના મોટી દેવતી ગામ રોડ નજીક જંગલી પ્રાણીના ફૂટપ્રિન્ટ જોવા મળતાં દીપડાની હાજરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી.

Dang જિલ્લામાં દીપડાની હિલચાલનો વધુ એક વીડિયો સામે આવતા સાપુતારામાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા સાપુતારામાં રાત્રિના સમયે આરામ ફરમાવતો દીપડો કેમેરામાં કેદ.

Surat:પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં છેલ્લા એક સપ્તાહથી મરઘાંનો શિકાર કરી રહેલી દીપડી આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

Leopard Attack: ડાંગના સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ઘાટ વિસ્તારમાં બાઈકસવાર પર દીપડાએ અચાનક હુમલો કરતાં સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

Junagadh: વિશ્વપ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની અવરજવર જોવા મળતાં તંત્રની ચિંતા વધી છે.

Video Viral: દેવગઢ બારીઆના ચેનપુર રોડ પર રાત્રીના સમયે દીપડો દેખાતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. રોડ ક્રોસ કરી રહેલા દીપડાનો એક વાહનચાલકે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો.

Aravalli: માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા ગામે જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી ફેન્સિંગ તારની વાડમાં દીપડો ફસાઈ જતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. દીપડો ફસાયો હોવાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી હતી. જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.