
Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ: પાર્ટ 1’એ કર્ણાટકમાં 155 કરોડની કમાણી કરી નવો રેકોર્ડ બનાવ્યો. ફિલ્મ ધુરંધર 2 અને બાહુબલી 2ને પાછળ છોડી.

Mangaluru MRPL Explosion : કર્ણાટકના મેંગલુરુ સ્થિત મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)ના પરિસરમાં ભીષણ ધડાકાની ઘટના સામે આવી છે.

ED : કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે થયેલા ભૂસ્ખલનની ગંભીર ઘટના સામે આવી છે. તીર્થહલ્લી તાલુકામાં ભૂસ્ખલન થતાં એક અસ્થાયી ઝૂંપડી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે, જેમાં ત્રણ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઘટના રવિવારે વહેલી સવારે બની હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મૈસુરમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા નિર્મિત સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર (વિવેક સ્મારક)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે વાલ્મીકિ રામાયણ અને ‘સ્ટોરીઝ ઓફ વેદાંત મોન્ક્સ’ના કન્નડ અનુવાદનું પણ વિમોચન કર્યું હતું.

PM Narendra Modi On Education: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુર ખાતે 'વિવેક સ્મારક' અને **'સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર'**ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે ભારત દરેક નાગરિકને, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના લોકોને, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમાન તક આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે દરેક વિદ્યાર્થી સુધી ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોંચે...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના એક દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ હજારો કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં એરપોર્ટ, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા, ટ્રાન્સમિશન સિસ્ટમ અને રાષ્ટ્રીય રાજમાર્ગ જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે જઈ રૂ.17,900 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ભોગપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનથી લઈને સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી અને હાઈવે પ્રોજેક્ટ્સ સુધી અનેક મહત્વપૂર્ણ યોજનાઓને નવી ગતિ મળશે.

બેંગલુરુના કોટ્ટીગેપાલ્યા વિસ્તારમાં શનિવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કામાક્ષીપાલ્યા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અય્યપ્પા મંદિર નજીક એક જ પરિવારના ત્રણ સભ્યોની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે 34 વર્ષીય પ્રશાંતે પોતાની માતા, દાદી અને એક સગાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી.

કર્ણાટકના બેંગલુરુમાં ગુરુવારે વહેલી સવારે પથ્થરની ખાણમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં બિહારના 7 સ્થળાંતરિત મજૂરોના મોત થયા છે, જ્યારે અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

કર્ણાટકના મંગલુરુ શહેરમાં ભારે વરસાદ વચ્ચે થયેલી દુર્ઘટનાએ શોકનું વાતાવરણ સર્જ્યું છે. મંગળવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે નાગોરી વિસ્તારમાં કંકનાડી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ઊંચાઈ પર આવેલા મકાનની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં તેની નીચે આવેલા ટાઇલવાળા મકાન પર ભારે કાટમાળ ખાબક્યો હતો. આ અકસ્માતમાં બે બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હાલ સારવાર હેઠળ છે.