Ramayana: ‘રામાયણ’એ કર્ણાટકમાં રચ્યો ઇતિહાસ, ધુરંધર 2 અને બાહુબલી 2ને છોડ્યાં પાછળ


Ramayana: રામાયણ ફિલ્મે કર્ણાટકમાં ધુરંધર 2ને પાછળ છોડી
Ramayana: ‘રામાયણ’એ કર્ણાટકમાં રચ્યો ઇતિહાસ, ધુરંધર 2 અને બાહુબલી 2ને છોડ્યાં પાછળ


Ramayana: રામાયણ ફિલ્મે કર્ણાટકમાં ધુરંધર 2ને પાછળ છોડી
Ramayana: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’એ બોક્સ ઓફિસ પર વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ કર્ણાટકમાં સૌથી વધુ કમાણી કરનારી નોન-કન્નડ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે ‘બાહુબલી 2’ અને ‘ધુરંધર 2’ જેવી મોટી ફિલ્મોને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ‘રામાયણ: પાર્ટ 1’એ કર્ણાટકમાં તમામ ભાષાઓમાં અંદાજે 155 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે તે રાજ્યમાં 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ નોન-કન્નડ ફિલ્મ પણ બની છે.
‘બાહુબલી 2’નો વર્ષો જૂનો રેકોર્ડ તૂટ્યો
એક સમય હતો જ્યારે કર્ણાટકમાં તેલુગુ અને તમિલ ફિલ્મોનું વર્ચસ્વ જોવા મળતું હતું. બોલીવુડની ફિલ્મોને અહીં સારી કમાણી કરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. વર્ષ 2010માં રિલીઝ થયેલી રજનીકાંતની ‘એન્થિરન’એ કર્ણાટકમાં 8 કરોડ રૂપિયા અને વિક્રમની ‘આઈ’એ 13.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પરંતુ ‘બાહુબલી 2’એ 2017માં કર્ણાટકમાં અંદાજે 129 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ લાંબા સમય સુધી અકબંધ રહ્યો. ત્યારબાદ 2026માં રણવીર સિંહની ‘ધુરંધર 2’એ 141.50 કરોડ રૂપિયાની કમાણી કરીને ‘બાહુબલી 2’ને પાછળ છોડી હતી. હવે ‘રામાયણ’એ 155 કરોડ રૂપિયાના કલેક્શન સાથે આ બંને ફિલ્મોને પાછળ રાખી દીધી છે.
કર્ણાટકમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 નોન-કન્નડ ફિલ્મો
રામાયણ (2026) – 155 કરોડ રૂપિયા (અંદાજિત)
ધુરંધર 2 (2026) – 141.50 કરોડ રૂપિયા
બાહુબલી 2 (2017) – 129 કરોડ રૂપિયા (અંદાજિત)
પુષ્પા 2 (2024) – 98.41 કરોડ રૂપિયા
RRR (2022) – 76.03 કરોડ રૂપિયા
હવે ‘KGF ચેપ્ટર 2’નો રેકોર્ડ છે આગળનો પડકાર
નોન-કન્નડ ફિલ્મોમાં ટોપનું સ્થાન મેળવ્યા બાદ હવે ‘રામાયણ’ની નજર કન્નડ ફિલ્મોના રેકોર્ડ પર છે. યશની ‘KGF ચેપ્ટર 2’એ કર્ણાટકમાં 182.96 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ રેકોર્ડ તોડવા માટે ‘રામાયણ’ને હજુ અંદાજે 28 કરોડ રૂપિયાની કમાણી કરવાની જરૂર છે.
આ સિવાય રિષભ શેટ્ટીની ‘કાંતારા’એ 183.60 કરોડ રૂપિયા અને ‘કાંતારા: ચેપ્ટર 1’એ 247.48 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. હવે જોવાનું રહેશે કે ‘રામાયણ’ આ ફિલ્મોના રેકોર્ડને પણ પાછળ છોડી શકે છે કે નહીં.
આ પણ વાંચો: Yash: એક જ વર્ષમાં 2000 કરોડની કમાણી! યશે બનાવ્યો અનોખો રેકોર્ડ, આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય એક્ટર બન્યો




