Get News Alerts

Never miss breaking news updates.

Mangaluru MRPL Explosion : મેંગલુરુ MRPL રિફાઈનરીમાં ભીષણ બ્લાસ્ટ, આકાશમાં જોવા મળ્યા કાળા ધુમાડા

Mangaluru MRPL Explosion : કર્ણાટકના મેંગલુરુ સ્થિત મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)ના પરિસરમાં ભીષણ ધડાકાની ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 02:41 PM IST
Mangaluru MRPL Explosion : મેંગલુરુ MRPL રિફાઈનરીમાં ભીષણ બ્લાસ્ટ, આકાશમાં જોવા મળ્યા કાળા ધુમાડાMangaluru MRPL Explosion : મેંગલુરુ MRPL રિફાઈનરીમાં ભીષણ બ્લાસ્ટ, આકાશમાં જોવા મળ્યા કાળા ધુમાડા

Mangaluru MRPL Explosion

Mangaluru MRPL Explosion : કર્ણાટકના મેંગલુરુ સ્થિત મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)ના પરિસરમાં ભીષણ ધડાકાની ઘટના સામે આવી છે. જોકટ્ટે વિસ્તાર નજીક આવેલી રિફાઈનરીમાં થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. પનામ્બુર, કાવૂર, સુરથકલ અને જોકટ્ટે સહિત આસપાસના વિસ્તારોમાં અનેક મકાનોમાં ધ્રુજારી અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધડાકા બાદ રિફાઈનરી અને આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સુરક્ષા તંત્ર દોડતું થયું

ઘટનાની જાણ થતાં જ પ્રશાસન અને સુરક્ષા તંત્ર દોડતું થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પાંચ ફાયર ટેન્ડર સાથે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને MRPL પરિસરમાં મોકલવામાં આવી હતી. સંભવિત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ પણ રિફાઇનરી પરિસરમાં ખસેડવામાં આવી હતી.

મેનેજમેન્ટ અને પોલીસ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે

ઘટનાની ગંભીરતાને જોતા મેંગલુરુના પોલીસ કમિશનર સુધિર કુમાર રેડ્ડી ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ અને પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં ધડાકો રિફાઈનરીની કઈ યુનિટમાં થયો હતો અને તેનું ચોક્કસ કારણ શું છે તે સ્પષ્ટ થયું નથી. MRPLનું મેનેજમેન્ટ અને પોલીસ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. સાથે જ ધડાકાથી થયેલા નુકસાન અને કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે નહીં તેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. હાલ બચાવ કામગીરી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો : Election Commission Form 6ને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, SIR પૂર્ણ થયેલા રાજ્યોમાં નવા મતદારોને નહીં આપવી પડે વધારાની માહિતી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.