પીએમ મોદી આજે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે, અનેક વિકાસ યોજનાઓની આપશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના એક દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ હજારો કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં એરપોર્ટ, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા, ટ્રાન્સમિશન સિસ્ટમ અને રાષ્ટ્રીય રાજમાર્ગ જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે.
Growth Now News
Growth Now News
પીએમ મોદી આજે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે, અનેક વિકાસ યોજનાઓની આપશે ભેટપીએમ મોદી આજે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે, અનેક વિકાસ યોજનાઓની આપશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના એક દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ હજારો કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં એરપોર્ટ, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા, ટ્રાન્સમિશન સિસ્ટમ અને રાષ્ટ્રીય રાજમાર્ગ જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે.

આંધ્ર પ્રદેશના ભોગપુરમમાં પ્રધાનમંત્રી અલ્લૂરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરશે. જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ હેઠળ રૂ. 5,640 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ એરપોર્ટ દર વર્ષે આશરે 60 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. આ એરપોર્ટથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગારીને વેગ મળવાની સાથે હવાઈ સંપર્કમાં પણ વધારો થવાની અપેક્ષા છે.

વિશાખાપટ્ટનમમાં પ્રધાનમંત્રી રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. રૂ. 460 કરોડના રોકાણથી વિકસનારી આ યોજના હેઠળ દર વર્ષે અંદાજે 9.6 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે, જેના કારણે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.

આ ઉપરાંત પાવરગ્રીડ દ્વારા વિકસાવવામાં આવતી રૂ. 5,550 કરોડની નવીનીકરણીય ઊર્જા ટ્રાન્સમિશન યોજનાનો શિલાન્યાસ તેમજ રૂ. 3,550 કરોડ અને રૂ. 820 કરોડની વિવિધ ટ્રાન્સમિશન યોજનાઓનું લોકાર્પણ પણ કરવામાં આવશે. સાથે જ રૂ. 1,880 કરોડના રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થશે.

આંધ્ર પ્રદેશના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુરુ પહોંચશે, જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર 'વિવેક સ્મારક'નું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. આ તમામ યોજનાઓથી કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા ક્ષેત્ર અને આર્થિક વિકાસને વધુ ગતિ મળશે.