
Ankleshwar Chauta Naka Road: શહેરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયાને 7...

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં વધુ એક મહત્વનો ફેરફાર કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના 13 ક્લાસ-1 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ વિભાગો, જિલ્લા કચેરીઓ અને સરકારી સંસ્થાઓમાં અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને GPCBની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, વિવિધ GIDC વિસ્તારો તેમજ ચેલા-ચંગા રોડ પર આવેલા ઇલેક્ટ્રોપ્લેટિંગ સહિતના અનેક ઔદ્યોગિક એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. MSN ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડની ફેક્ટરીમાં હાઇડ્રોજન અને બેન્ઝીન સોલવન્ટ ટાંકીમાં દબાણ વધતાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 4 કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે કઠવાડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરા તરફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગેટ નંબર -1 પાસે અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ગાડીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ લેવા માટે પાણીનો મારો કર્યો હતો. આગના કારણે આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો.

આ નવી સ્માર્ટ GIDC ભરૂચ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓના કુલ 8 અલગ-અલગ સ્થળોએ વિકસાવવામાં આવશે. અંદાજે 5380 એકર વિસ્તારમાં ફેલાયેલી આ GIDCમાં આધુનિક અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.