ગુજરાત સરકારનો GAS અધિકારીઓમાં મોટો ફેરફાર, 13 અધિકારીઓની બદલીના આદેશ જાહેર
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં વધુ એક મહત્વનો ફેરફાર કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના 13 ક્લાસ-1 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ વિભાગો, જિલ્લા કચેરીઓ અને સરકારી સંસ્થાઓમાં અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
Rahul Desai


ગુજરાત સરકારનો GAS અધિકારીઓમાં મોટો ફેરફાર, 13 અધિકારીઓની બદલીના આદેશ જાહેર
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં વધુ એક મહત્વનો ફેરફાર કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના 13 ક્લાસ-1 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ વિભાગો, જિલ્લા કચેરીઓ અને સરકારી સંસ્થાઓમાં અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
Rahul Desai


ગાંધીનગર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા ટ્રાન્સફર ઓર્ડર મુજબ કુલ 13 GAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં GIDC, GRIMCO, DRDA, રમતગમત પ્રાધિકરણ, ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.
બદલી થયેલા અધિકારીઓ અને નવી નિમણૂક
- વી. કે. પટેલ : ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના રજિસ્ટ્રારમાંથી GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક.
- એ. કે. પ્રજાપતિ : ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન (GRIMCO)ના મેનેજિંગ ડિરેક્ટરમાંથી ડીઆરડીએ, અરવલ્લી-મોડાસાના ડિરેક્ટર તરીકે બદલી.
- ડી. એન. સતાણી : ભાવનગર રિજનલ કમિશનર કચેરીના એડિશનલ કલેક્ટરમાંથી સિવિલ સપ્લાયઝ નિયામક કચેરીમાં સંયુક્ત નિયામક તરીકે નિમણૂક.
- જી. વી. મિયાણી : રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના CEOમાંથી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડના સચિવ તરીકે નિમણૂક.
- વાય. એસ. ચૌધરી : નર્મદા-રાજપીપળા DRDAના ડિરેક્ટરમાંથી ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી.
- એ. કે. કલસારિયા : ડીઆરડીએ, વલસાડના ડિરેક્ટરમાંથી જિયોલોજી એન્ડ માઇનિંગ કમિશનરેટમાં OSD તરીકે નિમણૂક.
- એમ. આર. પ્રજાપતિ : ગુજરાત મેરિટાઈમ બોર્ડના OSDમાંથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ તરીકે નિમણૂક.
- કે. એસ. ડાભી : GSRTCના જનરલ મેનેજરમાંથી રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, વલસાડ તરીકે બદલી.
- ડી. એમ. ગોહિલ : રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, અમરેલીમાંથી જોઈન્ટ કમિશનર, રિજનલ વિશ્લેષણ સમિતિ, સુરત તરીકે નિમણૂક.
- એ. એ. ડોડિયા : SPIPAના ડેપ્યુટી ડિરેક્ટરમાંથી રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, અમરેલી તરીકે બદલી.
- પી. સી. દવે : પરિવહન કમિશનર કચેરીના OSDમાંથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા તરીકે નિમણૂક.
- બી. આર. આહીર : ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરમાંથી પરિવહન કમિશનર કચેરીમાં OSD તરીકે બદલી.
- કે. બી. પટેલ : મુખ્યમંત્રી હેલ્પલાઇન કોઓર્ડિનેશન યુનિટના ડિરેક્ટરમાંથી જિયોલોજી એન્ડ માઇનિંગ કમિશનર કચેરીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક.




