દક્ષિણ ગુજરાતને મળશે વિકાસનો મોટો બૂસ્ટ: રાજ્યમાં 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત



દક્ષિણ ગુજરાતને મળશે વિકાસનો મોટો બૂસ્ટ: રાજ્યમાં 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત



સુરત: રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 8 નવી સ્માર્ટ GIDC સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી.
આ નવી સ્માર્ટ GIDC ભરૂચ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓના કુલ 8 અલગ-અલગ સ્થળોએ વિકસાવવામાં આવશે. અંદાજે 5380 એકર વિસ્તારમાં ફેલાયેલી આ GIDCમાં આધુનિક અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને રોકાણ, રોજગારી તેમજ સ્થાનિક વિકાસને મોટો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતને ઉદ્યોગ અને વિકાસના ક્ષેત્રમાં વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




