Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ નરોડા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 4 કર્મચારી ઘાયલ; ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. MSN ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડની ફેક્ટરીમાં હાઇડ્રોજન અને બેન્ઝીન સોલવન્ટ ટાંકીમાં દબાણ વધતાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 4 કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jun 2026 03:08 PM IST
અમદાવાદ નરોડા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 4 કર્મચારી ઘાયલ; ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધીઅમદાવાદ નરોડા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 4 કર્મચારી ઘાયલ; ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી

અમદાવાદ અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી MSN ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડની કેમિકલ ફેક્ટરીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં આવેલ હાઇડ્રોજન ટાંકી અને બેન્ઝીન સોલવન્ટ ટાંકીમાં દબાણ વધવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ આગની ઘટનામાં કુલ 4 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અંદાજે 40થી 50 ફાયર ફાઇટરોએ સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.

લાંબા સમય સુધી ચાલેલા પ્રયાસો બાદ ફાયર વિભાગે અંતે આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. હાલ ઘટનાસ્થળે પરિસ્થિતિ કાબૂમાં છે.

આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ ફેક્ટરીમાં થયેલા કુલ નુકસાનનું મૂલ્યાંકન પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.