
Dang Police : ગિરિમથક સાપુતારામાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સાપુતારા BOB ATM નજીક મોડી રાત્રે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ 27 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો.

Saputara: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વને લઈને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.

Saputara: ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિવલને લઈને શનિ-રવિની રજામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા શહેરમાં ચહલપહલ વધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Monsoon Festival: 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ. ત્યારે ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત ખાસ 5 કિલોમીટરની મિની મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા અને મહારાષ્ટ્રની સરહદ નજીકના વિસ્તારમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે 5:33 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ગુજરાતના લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8થી 29 ઓગસ્ટ સુધી યોજાનારા આ મોન્સૂન ફેસ્ટિવલમાં ચોમાસાની કુદરતી સુંદરતા સાથે આદિવાસી સંસ્કૃતિ, સાહસ અને પ્રવાસન પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળશે.

Dang News: રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે પ્રવાસન સ્થળ સાપુતારામાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ હોવા છતાં સર્પગંગા તળાવમાં બોટિંગ ચાલુ રહેતા પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.