Dang Police : ગિરિમથક સાપુતારામાં હત્યાથી ચકચાર, મિત્રોએ જ મિત્ર પર હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત



Dang Murder
Dang Police : ગિરિમથક સાપુતારામાં હત્યાથી ચકચાર, મિત્રોએ જ મિત્ર પર હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત



Dang Murder
Dang Police : હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાથી કુલ 6 મિત્રો સાપુતારા ફરવા માટે આવ્યા હતા.
મોડી રાત્રે તમામ મિત્રો નાસ્તો કરવા માટે બેઠા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી શરૂ
વિવાદ વધતા 27 વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં હેમંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, હેમંતને સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળેથી મળેલી વિગતોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. મોડી રાત્રે પ્રવાસ માટે આવેલા છ મિત્રો વચ્ચે અચાનક એવો શું વિવાદ થયો કે મામલો ચપ્પુના હુમલા સુધી પહોંચી ગયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ
હુમલો કરનાર વ્યક્તિ અથવા વ્યક્તિઓ કોણ હતા, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાપુતારા જેવા જાણીતા પ્રવાસન સ્થળે બનેલી આ ખૂની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી છે. ખાસ કરીને પ્રવાસીઓની અવરજવર ધરાવતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
હાલ પોલીસ દ્વારા ઘટનાની તમામ કડીઓ જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મૃતક હેમંત વિલાસ સૂર્યવંશીનું મોત થયા બાદ સમગ્ર મામલો હત્યાના કેસ તરીકે વધુ ગંભીર બન્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ, હુમલામાં સંડોવાયેલા લોકો અને સમગ્ર વિવાદ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. સાપુતારા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



