
Rajpal Yadav Cheque Bounce Case: નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતાં તેમની સામેના તમામ સાત ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે રાજપાલ યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે અભિનેતાને અગાઉ અનેક...

અભિનેતા સલમાન ખાને ફિલ્મ 'કાળા હરણ: ધ બેટલ ફોર લેગસી'ના પ્રમોશન અને રિલીઝ પર રોક લગાવવાની માંગ સાથે દાખલ કરેલી અરજી પર બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુનાવણી પહેલાં ફિલ્મના નિર્માતા અમિત જાનીએ સલમાન ખાનની અરજીનો વિરોધ કરતાં અનેક ગંભીર આક્ષેપો કર્યા અને પોતાના પક્ષમાં કાનૂની તેમજ તથ્યાત્મક દલીલો રજૂ કરી.

મળતી માહિતી મુજબ, કોર્ટની નોટિસ મળતા કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ બંને ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી તેમજ તેમણે છૂટાછેડા માટે કોઈ અરજી કરી નથી.

સુપ્રીમ કોર્ટે દેશમાં વેશ્યાવૃત્તિ સંબંધિત લગભગ 70 વર્ષ જૂના કાયદાનું ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અર્થઘટન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ મહિલા ફક્ત પોતાના ગુજરાન માટે વેશ્યાવૃત્તિમાં જોડાય છે, તો તેના રહેઠાણને કાયદેસર રીતે 'વેશ્યાલય' ગણી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો તે સ્થળે કોઈ અન્ય સેક્સ વર્કર કે કોઈ વચેટિયા (દલાલ) સંડોવાયેલા ન હોય, તો પોલીસ તે જગ્યા પર તેના આધારે કાર્યવાહી કરી શકતી નથી.

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂકને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વિવિધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને એક વરિષ્ઠ વકીલને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આરોપી તથ્ય પટેલને જામીન બોન્ડ સ્વરૂપે ₹1 કરોડ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે 15 દિવસની અંદર રકમ જમા કરાવવાની સ્પષ્ટ સૂચના આપી છે, જ્યારે રાજ્ય સરકારે પણ આ બોન્ડ રકમ અંગે સહમતિ દર્શાવી છે.