સુપ્રીમ કોર્ટને મળ્યા 5 નવા ન્યાયાધીશ, કેન્દ્ર સરકારે નિમણૂકોને આપી મંજૂરી



સુપ્રીમ કોર્ટને મળ્યા 5 નવા ન્યાયાધીશ, કેન્દ્ર સરકારે નિમણૂકોને આપી મંજૂરી



નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ન્યાયિક ક્ષમતા વધારવાના હેતુથી કેન્દ્ર સરકારે પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે. આ સાથે દેશની સર્વોચ્ચ અદાલતમાં વધુ પાંચ નવા ચહેરાઓનો સમાવેશ થયો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયેલા પાંચ વ્યક્તિઓમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરુણ પલ્લી તેમજ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વી. મોહનાનો સમાવેશ થાય છે.
આ નિમણૂકો બાદ સુપ્રીમ કોર્ટની કાર્યક્ષમતા અને કેસોની સુનાવણીની પ્રક્રિયામાં વધુ ઝડપ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ન્યાયતંત્રમાં લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરવાના પ્રયાસરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
નવી નિમણૂક પામેલા તમામ ન્યાયાધીશો પોતાના ક્ષેત્રમાં વિશાળ અનુભવ અને કાનૂની નિપુણતા ધરાવે છે, જેના કારણે દેશની સર્વોચ્ચ અદાલતને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




