
Surat News: સુરતના વેસુ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં અઢી વર્ષના માસૂમ બાળક આર્યનનું મોત થયું છે. મહિલા કારચાલકની કારની અડફેટે બાળક આવી જતાં આ દુઃખદ ઘટના બની હતી.

Gujarat Police 112 Emergency Service: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે આજે પોલીસ ભવન ખાતેથી કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ઈમરજન્સી સેવા 112 અને તેના રિસ્પોન્સ ટાઇમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઈમરજન્સી રિસ્પોન્સ...

ગાંધીનગરમાં 28 વર્ષીય પોલીસ કર્મચારી દ્વારા આત્મહત્યા કરાયાની ઘટના સામે આવતા પોલીસ વિભાગ અને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર પર્વ વિનોદભારતી ગોસ્વામીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આનંદનગર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. સમયસૂચકતા, સતર્કતા અને માનવતાભર્યા અભિગમના કારણે એક વૃદ્ધનો જીવ બચાવવામાં સફળતા મળતા આ સન્માન આપવામાં આવ્યું છે.

જામનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિક્ટોરિયા પુલ નજીક સિટી બી ડિવિઝન પોલીસ અને ટ્રાફિક વિભાગે સંયુક્ત મેગા કોમ્બિંગ ડ્રાઇવ યોજી કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જોકે, આ સમગ્ર અભિયાન દરમિયાન ખાખીનો એક સંવેદનશીલ અને માનવીય ચહેરો પણ જોવા મળ્યો, જ્યારે એક નાનકડા બાળકની જીદને માન આપી પોલીસ અધિકારીઓએ તેની સાથે પ્રેમથી ફોટોગ્રાફ પડાવ્યો.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત DySPની ધરપકડ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જમીન વિવાદના કેસમાં ગોળીબારથી શરૂ થયેલો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જ્યાં અશોકસિંહ ચૌહાણના હોબાળાને કારણે તેમને લોકઅપમાં ધકેલવામાં આવ્યા હતા. દીકરા-દીકરીની ધરપકડ સાથે કેસે વધુ ગંભીર વળાંક લીધો છે.