
Gujarat Tourism: ગુજરાતમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને આતિથ્યનો નજીકથી અનુભવ કરાવવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હોમસ્ટે વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

UP Textile Conclave 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે લખનઉમાં યોજાયેલા UP Textile Conclave 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશની બદલાયેલી છબી અને સરકારની આર્થિક નીતિઓ...

Kunvarji Bavaliya Jamnagar Review Meeting: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જામનગર ખાતે વિવિધ વિભાગોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, કલ્યાણકારી યોજનાઓ અને શ્રમિકોના હિત માટે ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મુકાતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી...

દેશના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ગ્વાલિયરમાં દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં મેગા શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ રાજ્યના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાતને અનેક ક્ષેત્રે મોટો ફાયદો થશે અને ખાસ કરીને પોરબંદરમાં વિકાસના નવા આયામો ઊભા થશે.

ગુજરાતના ITI વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા MoU હેઠળ રાજ્યની પાંચ ITIમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ સ્થાપવામાં આવશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી પર પ્રેક્ટિકલ તાલીમ મળી રહેશે, જેના કારણે તેઓ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વધુ કુશળ અને રોજગારલક્ષી બની શકશે.

રાજકોટમાં રોજગારની નવી તકનો દરવાજો ખુલ્યો છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા યોજાયેલા રોજગાર મેળામાં હજારો યુવાનોને નિમણૂક પત્રો મળતા ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાઈને આ કાર્યક્રમને વધુ મહત્વ આપ્યું હતું.

આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિઓ અને મજબૂત અમલીકરણ ક્ષમતાના કારણે ગુજરાત ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વસમાવેશક વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે.